આજનો સુવિચાર

સુંદર સવાર ના નમસ્કાર ૮ જુલાઈ ૨૦૧૮ રવિવાર શુભ સવાર માનવી જયારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતુ નથી,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ બીજા પર મુકે છે. સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોની પણ ઇજ્જત … Continue reading આજનો સુવિચાર

આશા(નિરાશા)રામ અને રામ(કામ) રહીમ

આશારામ અને રામ રહીમ કેમ સપડાયા તેની એક સુંદર રૂપક કથા માંડો પડવા એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળીયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે ? એ જાણવાની ઇચ્છા બતાવી, એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ, ને પછી ચારે … Continue reading આશા(નિરાશા)રામ અને રામ(કામ) રહીમ

ગાંઠીયા – એક નિબંધ

ગાંઠિયા કચ્છ-સૌરાષ્ટ્રની મહાન પારિવારીક વાનગી છે ... લોક ફૂડ એટલે કે લોકખાણું છે.।। વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હાજર હોય છે. લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે 2018માં પણ અપાય છે. કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે. … Continue reading ગાંઠીયા – એક નિબંધ

ધારદાર વગદાર દિલદાર સ્ટોરી

લેખક:- શ્રી જનકભાઈ આચાર્ય એક ઉંદર પોતાનું દર બનાવી કસાઈ ના ઘરમાં રહેતો હતો. ઉંદરે સંતાઈને જોયું. કસાઈ અને તેની પત્ની થેલીમાંથી કંઈક કાઢતા હતા.એને થયું કે કંઈક ખાવાનું બજારમાંથી આ લોકો લાવ્યા લાગે છે. પણ આતો એક ઉંદર પકડવાનું પાંજરું લાવેલા. ઉંદર ડરનો માર્યો વાડામાં ગયો ને આવું ખતરનાક પાંજરું આપણા માલિક લાવ્યા છેની … Continue reading ધારદાર વગદાર દિલદાર સ્ટોરી

એક રુકા હુવા ફૈસલા

BY Dr. SHARAD THAKAR "હું ય લીલોછમ અડીખમ ને સળંગ ભીનો, તું ય મુશળધાર થઇ જા, ધોધમાર થઇ જા.." 'મને એટલું જણાવશો કે તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે?' નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્ઝરી. પરફેક્ટ મેચિંગવાળું જોડું. જો ખબર ન હોય … Continue reading એક રુકા હુવા ફૈસલા

સરગવો અને તેના ફાયદા

🌿🌿સરગવો🌿🌿 શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો. સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે. એક તો એની શિંગ, અને બીજાં એનાં પાંદડાં. ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે, સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે પરંતુ … Continue reading સરગવો અને તેના ફાયદા

હવે રૂપિયા મોકલાવો અને મેળવો વોટ્સએપ માં

આ સુવિધા હાલમાં પરીક્ષણમાં છે અને તે બંને Android અને iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.વોટસ પેમેન્ટ્સ ફીચર્સ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) ને સાંકળે છે અને આનો અર્થ એ થાય કે તે લોકપ્રિય ડિજિટલ વોલેટ એપ્લિકેશન્સ જેમ કે પેટિમ, ગૂગલ ટેકઝ, ફોનપે, મોબીકવિક અને અન્યો જોકે, વોટ્સએટ ચુકવણીઓમાં વેપારી ચૂકવણીનો સમાવેશ થતો નથી.ભારતમાં હોટમેપ પેમેન્ટ્સ લોન્ચ … Continue reading હવે રૂપિયા મોકલાવો અને મેળવો વોટ્સએપ માં

વૃક્ષ આપણા માતા-પિતા

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ ( આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે , કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સુઇ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો. બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા … Continue reading વૃક્ષ આપણા માતા-પિતા

હબાય ડુંગરમાં આવેલ રામદેવ પીરની પ્રાગટ્ય ગાથા

લેખકઃચિત્રકાર નાનજી રાઠોડ (વણકર) વણકર વાસ અંજાર.કચ્છ મો.99131 11659 હું ચિત્રકાર નાનજી રાઠોડ. રામદેવ પીર મદિરનાં પુજારી કાનજી કાપડી બાપા પાસેથી માહિતી મેળવી આ ઐતીહાસીક જગ્યાનું ચિત્ર બનાવ્યુ છે જય અલખધણી, ધજા દેખી ધણી સાંભરે દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરતા રામાપીરના પંડના પાપ મટી જાય.. કચ્છમાં હબો ડુંગર ( એટલે હબાય ટેકરી ) ડુંગરની … Continue reading હબાય ડુંગરમાં આવેલ રામદેવ પીરની પ્રાગટ્ય ગાથા

નાના માણસ ની મોટી વાતો

ના, સાહેબ, મને વધુ રૂપિયા લેવાની ટેવ પડી મધુવનની મહેકઃ ‘સાહેબ બીજો બૂટ.’ ને મારા બીજા પગનો બૂટ બૂટપોલિશવાળાને આપ્યો. પોલિશ તો જાણે એ રીતે કરતો હતો કે બૂટ નહિ પણ હોય કોઈ અમૂલ્ય વસ્તુ ! બૂટને હાથમાં એ રીતે પકડી રાખ્યું હતું જાણે નાનું બાળક ન હોય ! ખૂબ જ વ્હાલપૂર્વક મારા બૂટને એક … Continue reading નાના માણસ ની મોટી વાતો