કચ્છી પરુલીએ જી રંગત
📌સુંધર વી સોહામણી
સેવા કરેંતે સારી
વસત મેળવેં વડી
ઈ વસત વી ભારી
પરખ કરીંધે વસતજી
સંકટ ગડેં નારી
ધાગ લગોતે મનખેમેં
વોરાય છડેં જલધારી
ધરબે ધલજે ધબકારકે ઓકારેં ઓડબોજજે આધારી
નારાણ ચેં સોચ્યો સાલખ કેંજી વી કઇ લાચારી?
જવાબ-કુંતા માતા
📌આઉ નારી નમણી
હથમે રમાં થઈ રમણી !
તોય હાથ રે.. મુ નું આગા !
સુખર મુજી શોધ થઈ
નકર કઈક ફર્યા વા નાગા !!
જવાબ-સુઈ
📌પોછ ટુકો કધ લમુ
વેચ મે વડી પાર
ધણી બાવા હી જનાવાર
ધરો કરીયે બચા બાર
જવાબ –ઉટ
📌સરાય નકરીય સૂદર ઇ
મથે તે ખણે ભાર
ખેડ કરીધે આયો નર
ખોટો કે વિચાર
પોછે ગડે સૂદર કે
કેડો તોજો આચાર
સૂદર વી સોયામણી
જેજો સત જો વો આધાર
બાણ બંધે શબદ જા
ઘટ મે કરે આરપાર
દોષ દને દહી મથે તોયો
નહીં થીયે ઉધ્ધાર
સુંદર આવી ઘરદરબાર
જેજી ધરા ન જલે ભાર
કૂડીયો પેયો પગ મે
ઇ ના રખે નાર
હરેશ ચે ભાવરા ઇ
હલાયા ધરમ નિજાર
જવાબ રાવત રણસી
📌સોણે વડીયું વડાયું
ત્રિયા કરે તકરાર
ત્રિયાજી તકરારસેં
હલે નકર્યો હણમાર
નંઢો દસે નકાર્યાં
એનકે વલેજા વગદાર
હટ્યો નો ઓતાનું
હથબધો ઊભો અરજદાર
પોજ્યો પૈગામ અંદર
આય ઊ મુંજો યાર
સૂણી સમાચાર સગેજા
ધોડે આયો ધ્વાર
ખણે હલ્યો ખંતસે
ખલે કેં ખીંકાર
દસાય વડો દાખડો
દને નોં દાતાર
વરે આયો વરતીયો
ગુપત મલયો દળદાર નારાણ ચેં સોણો સાલખ
સચો થ્યો સરદાર.
જવાબ કૃષ્ણ સુદામા
📌ભગત આય બાનાધારી
ભજન કરે તો વારી વારી
કચ્છ મે આય નામ ભારી
પગે લગે નર ને નારી
સમાજ મે આય મોભાદારી
ખેડ કરે ઇ ખેતર વાડી
રતનજી ચે ભગતે જી સદાય બલિહારી
જવાબ ગોપાલ નઝાર
📌મહેનત કરે માન ભનાય
ઇ નેરે જેડો નર
પણ કમ ન અચે કેકે
ઇ નફર રેયો નર
મોજે હલેયો મોણસ
પોછાય હનજી પર
બાઇ જે બોલે
ઇ નફર રેયો નર
જેકે વારે જો આય વસમૂ
જેમે બોરો ખપે બર
કોઠાય ગણે કૂડીલે કે
જે જે દહી મે ન વા ડર
ઉ દૂખ દૂર કે સરગરે ને સર
મનજી ચે મોજૂ દને ના રખે નર
જવાબ દુર્યોધન
📌ચડી આયા કૂડીયા
અલખ વતે વિચારી
પારખ કરેલા સાન જી
મોં ચડાયા ભારી
પારખાઇ અનીજી
ઓડભોજ સે મારી
બોલ બોલે ને પારે
ખેલ કે અંપરમપારી
રતનજી ચે ભાવરા
ગોત કરેયો મન વારી
જવાબ રામદેવપીર અને પાંચ પીર
📌ભગત આય ભારી
જેજે દલ મે નાય દાગ
કૂડીયો ધરમજો વેપારી
ખોટ કઢે રખે પંધજો ચાગ
રોષ રખે રામ સામૂ
ઉતારી પંઢજી પાગ
મો વારી વઇય રેયો
નેરે કરે ને લાગ
ખેલ કરે અતે નેજાધારી
ફરાય વધે અનજા ભાગ
રતનજી ચે અનકે લગો વૈરાગ
જવાબ કોવલો ભગત ફુલવો ભગત
📌સવો પયો.જંજાર મેં
કારો મનુ રિસાણું
ઉધરે વધો થાણું
ત છણી પ્યો છનોડ
જવાબ હજુ બાકી છે
📌હથ વજા ઈજ્જત મેં
બાઈ જલેતી બા !!
ફર છણી પ્યો પટ મેં
અટકી પ્યા સી પા !!
જવાબ બેર
📌આડી વાગે ઉભી વાગે
વાગે કાપી નાખી
બાળી નાખી બોલે નહીં
ઇ સારંગધર ની સાંખી
જવાબ બેરોડી
📌હલે નકરેયો ગતી કરે
પાર કરે વેયો ખાઇ
વસત ખયે વે સિતોજ જી
નિશાન થીયે પરખાઇ
અચે પોગો ઇ નર પણ
ચોકી તે વા સિપાઇ
સમરણ કે ખાવંત જો
રૂપ ભનાય રાઇ
પોજે વેયો ઠેકાણે
ઇ વસત દને સવાઇ
હરેશ ચે ભાવરા
તદે પૂરણ પરખાઇ
જવાબ હનુમાન દાદા
📌જલ મા બેસી જલ કરે
જલ મા બેસી નાય
માથૂ કાપીયે તો મોરી આવે
આંખ કાપે જીવ જાય
જવાબ- શેરડી
📌નારી વી સૂલખણા
હરી નામ જો આધાર
ભજન કરેલા પોગી
ભગતે જે દ્વાર
નર વો અહંકારી
નારી તે વા ખાર
નાર પોગી હેત સે
પોગી પંઢજે ઘરદ્વાર
પોછે ગડે પાપીયો
કેડો તોજો આચાર
તીર હલાય શબદ
અંતર કે કે પાર
આશરો ગણે ઓડભોજ જો
નર કે તારે ભવપાર
હરેશ ચે ભાવરા
અનકે લગા ભક્તિ જા તાર
જવાબ કુંભારાણા લીરલબાઈ
📌ડંકો વજાય દેશ મે
જોરાવર જત
સામૂ મલેયો આદમી
અકડો અત
જાણે ગણે જનેતા કે
ગણી દને ગત
સૂરે સામો શેતાન
તૂ કાયર મઢે કત
રખે રદય ઇ
માતાજી જી મત
જોરાવર જૂજયો
ઇ સારે જી સંગત
વાસે ઉભેયો તૂરત ઉથલાયે
અંતો તે અંત
મનજી ચે મલેયા ચતૂરાઇયે સે ચત
જવાબ ભક્ત પ્રહલાદ
📌વચન બધે જરોજ
પારેયા ભવપાર ભૂપતી
ખણે આયા ખાવંત
નેરે જી વી ભતી
ઉતાવડીયૂ આવીયૂ નારીયૂ
ઇ ભૂલે વઇયૂ મતી
ખેલ વતાઇયા સારો
જ રૂપ દેયો રતી
સ્મરણ કેયા સત જો
પાર પોજાયા સતી
નકરીય નાર નમણી
રૂપ ભનેયો અતી
સેવા કરીયા સારી
અવસર દેયો પતી
વેડ કરે નારી તદે
સોણે વઠા ભૂપતી
હરેશ ચે ભાવરા અનજી
મલઇય મોહન સે મતી
જવાબ-કૃષ્ણ ભગવાન – રિછડી
📌સંત વઠા વા
સરોવરજે આરે
અંતરમેં પ્રભુજો
નામ સંભારે
પરયાનું આયો પાપીયો
જલે ગડેં જોરાવર
તુરત કરે તૈયારી
ઓરે દને અગનમેં
ત્રિયા કરે તલખના
મહેર કેંતે મારાજ
ભલી પિરોલી ભગત ચેં
એનીકે ઓખી મજાનું
ગડેં ઉગારેં
જવાબ કાચબો ને કાચબી
📌લીલી ટુપી કારા ગગા !!
અચો મુંજા પરદેશી સગા !!!
જવાબ રીગણ