સુંદર સવાર ના નમસ્કાર
૮ જુલાઈ ૨૦૧૮ રવિવાર
શુભ સવાર
માનવી જયારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતુ નથી,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ બીજા પર મુકે છે. સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોની પણ ઇજ્જત કરે છે. જેનાથી તેને કોઇપણ જાતના ફાયદાની અપેક્ષા ના હોય. બોલતા હોઠ પ્રશ્નો ને બાળે. બંધ હોઠ પ્રશ્નો ને ટાળે.પણ મલકાતા હોઠ પ્રશ્નોનું નિરાકરણ લાવે.
વર્ષા ૠતુ ની સુંદર મજાની સવાર ની શુભેચ્છાઓ
જય અલખધણી
■તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે. જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો, તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો. જીવન માં જ્યાં સુધી ખરાબ માણસ નો અનુભવ ના થાય, ત્યાં સુધી સારા માણસો ની કદર નથી થતી. તમે તમારી અંદર રહેલી ખુબી શોધો બાકી તમારી ખામી શોધવા તો ભગવાને દુનિયા બનાવી છે.