આશા(નિરાશા)રામ અને રામ(કામ) રહીમ

આશારામ અને રામ રહીમ કેમ સપડાયા તેની એક સુંદર રૂપક કથા

માંડો પડવા

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળીયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે ?
એ જાણવાની ઇચ્છા બતાવી, એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ, ને પછી ચારે ભાઇઓને એ દિશામા દોડાવ્યા ને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી.

અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો, ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ.
એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ.
મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી.

ભીમ જે દિશામાં બાણ લેવા ગયો હતો તો ત્યાં પણ એક કૌતુક એણે જોયુ.
એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની વચ્ચે એક પાંચમો કુવો હતો. જે સાવ ખાલી હતો.
ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ?

નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો. ત્યા વળી તેણે પણ એક ગાય બચ્ચાને જન્મ આપતી જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાંટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ તો થઇ ગઇ. પણ ગાયે તો તોય ચાટવાનું ચાલુ જ રાખ્યુ. હવે તો નાના બચ્ચાની કોમળ ચામડીમાંથી લોહી નીકળવા લાગ્યુ તો પણ ગાય ચાટવામાંથી અટકી જ નહીં.

સહદેવ; જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં એણે પણ એક આશ્વર્યજનક ઘટના જોઇ. કોઇ મોટા પર્વત પરથી શીલા નીચે પડી રહી હતી. નીચે ગબડતી આ શીલા રસ્તામાં આવતા નાના-મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી. પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શીલા અટકી ગઇ.

ચારે પાંડવોએ પરત આવીને એમણે જોયેલી ઘટનાની વાત ભગવાન શ્રીકૃષ્ણને કરી.
અને એનો મતલબ સમજાવવા વીનંતી કરી.
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ કે :-
‘આ ચારે ઘટના કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બતાવે છે.
આશારામ જેવા સાધુઓ કોયલની જેમ મીઠા અવાજે વાતો કરશે અને સસલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દુર કરવાના બહાને એનું શારીરિક માનસિક અને આર્થિક શોષણ કરશે.

ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા છતા બાજુમાં જ રહેલા કોરા કુવાને એક ટીપુ પાણી આપતા નહોતા.
એમ કળીયુગમાં સાધુ ફકીરો મહંતો રાજ્કારણીઓ અને કહેવાતા અમીરોને ત્યાં સંપતિની રેલમછેલ હશે પણ એ એક પૈસો આજુબાજુની જરૂરીયાતમંદ વ્યક્તિઓને નહી આપે. રાજ્યની તિજોરીઓ કૌભાંડો કરીને ભરપૂર લૂટશે. અનર્થ ને અધર્મ આચરી પોતાના આશ્રમો ચમકાવશે.

જેમ પેલી ગાયે એના બચ્ચાને ચાંટી ચાંટીને ચામડી ઉતરડી નાંખી તેમ કળયુગમાં મા-બાપ પોતાના સંતાનોને જરુરથી વધારે લાડલડાવીને માયકાંગલા કરી નાંખશે પોતાને પાળવા પોષવા ના પડે એટલે જુદા જુદા ધર્મના ઓથા હેઠળ ચાલતા વિદ્યા આશ્રમો મઠો ગૂરૂકૂલો અને પાપલીલા ચલાવતા સાધુઓની કુટીરોમા પોતાના જ સંતાનોને મોકલી ને હાની પહોંચાડશે.

પર્વત પરથી પડતી શીલાની જેમ કળીયુગમાં માણસનું ચારિત્ર્ બળાત્કાર ખૂન હવસખોરીથી અને નૈતિક તેમજ સામાજિક અધઃપતનથી સતત નીચે પડતું રહેશે.
નીચે પડતા આ ચારીત્ર્ને બીજુ કોઇ તો નહી બચાવી કે અટકાવી શકે.
પણ જો માત્ર પ્રભુના આશરા રૂપી કે સત્સંગ રૂપી નાનો છોડ ક્યાંક ખીલ્યો હશે તો એનાથી ચારિત્ર્ નીચે પડતું પણ અટકી જશે.”

આમ ચારે પાંડવોને કળીયુગમાં કેવી સ્થિતી હશે તે બરોબર સમજાઇ તો ગયુ. આશારામ રામ રહીમ બીજા અનેક લંપટો કેમ અંદર પુરાણા છે ને છૂટતા નથી તે પણ તમને સમજાયું હશે. અને હજુ પણ ના સમજાયું હોય તો ભગવાન ના ધામમાં જતા આ મેસેજ બીજા ને શેર કરો તો બિચારા તે ભોળાઓ તો થોડું ઘણું સમજશે !!
જય નિરાશા રામ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s